LATEST:


MERI KAHANI

Monday, June 28, 2010

Dil Pucche Chhe Maroo Arey Dost Too Kya Jay Che / દિલ પૂછે છે મારું અરે દોસ્ત તૂ ક્યાં જાય છે ?


દિલ પૂછે છે મારું
અરે દોસ્ત તૂ ક્યાં જાય છે
?
જરાક નજર તો નાખ
,
સામે સમસાન દેખાય છે

ના વ્યવહાર સચવાય છે

ના તહેવાર સચવાય છે

દિવાળી હોય કે હોળી

ઓફીસ માં ઉજવાય છે

આ બધું તો ઠીક હતું

પણ હદ તો ત્યાં થાય છે

લગ્ન ની કન્કોક્ત્રી મળે ત્યાં

શ્રીમંત માં માંડ જવાય છે

દિલ પૂછે છે મારું

અરે દોસ્ત તૂ ક્યાં જાય છે
?
ફોન બૂક ભરેલા છે મિત્રો થી

કોઈક ના ઘેર ક્યાં જવાય છે

હવે તો હદ થઇ ઘર ના પ્રસંગો

પણ હાફ ડે માં ઉજવાય છે

દિલ પૂછે છે મારું

અરે દોસ્ત તૂ ક્યાં જાય છે
?
કોઈક ને ખબર નથી આ

રસ્તો ક્યાં જાય છે

થાકેલા છે બધ્ધા છત્તા

ચાલતા જ જાય છે
,
દિલ પૂછે છે મારું

અરે દોસ્ત તૂ ક્યાં જાય છે
?
કોઈક ને સામે રૂપિયા તો

કોઈક ને ડાલર દેખાય છે

તમેજ કહો મિત્રો સુ આનેજ

જીંદગી કેહવાય છે
,
દિલ પૂછે છે મારું

અરે દોસ્ત તૂ ક્યાં જાય છે
?


(મયુર સેઠ)

No comments:

Post a Comment

THANKS FOR YOUR VALUABLE COMENT !!